જસદણના બરવાળા પાસે બાઇક અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં આટકોટના કોન્સ્ટેબલનુ ઘટના સ્થળે મોત પોલીસ બૅડામાં શોક
જસદણ તાલુકાના બરવાળા ગામ નજીક બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભગવાનભાઈ વિઠ્ઠલભાઈ બેરાણીનું ઘટનાસ્થળે ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.
ભગવાન બેરાણી પોતાની ફરજ દરમિયાન બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે બરવાળા ગામ નજીક તેમની બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ નવ અધિકારીઓ અને સ્ટાફનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ફરજ પર રહેલા પોલીસ કર્મીના અચાનક અકસ્માતમાં અવસાન થતાં સમગ્ર પંથકમાં તેમજ પોલીસ બેડામાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ભગવાનભાઈ બેરાણીના નિધનથી તેમના પરિવારજનો, મિત્રો અને સહકર્મચારીઓમાં દુઃખની લાગણી જોવા મળી હતી. જસદણ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કોન્સ્ટેબલને બચાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.