ત્રંબામાં પુરપાટ ઘસી આવૅલ બૅકાબુ કારૅ વેપારી નૅ કચડી નાખ્યા દુકાન અનૅ દિવાલ વચ્ચે દબાઇ જતાં મોત
મૃતક વેપારી કનૈયાલાલ પટૅલ પોતાની એગ્રો ની દુકાનથી થોડા ડગલા દૂર હતાં ત્યારે અચાનક કાર પાછળથી ધસી આવી પરિવારમાં અરેરાટી
સરધાર નજીક ત્રંબા ગામની મેઈન બજારમાં રહેતાં કનૈયાલાલ દામજીભાઈ બારસીયા-પટેલ ઉ.વ.૫૮ કાલે બપોરે બે વાગ્યા આસપાસ ત્રંબામાં આવેલી પોતાની પૂજા એગ્રો નામની દૂકાને આવ્યા હતાં. દૂકાનથી તેઓ અમુક ડગલા જ દુર હતાં ત્યારે ભાવનગર થી રાજકોટ જતી કારે અચાનક પાછળથી પુરઝડપે આવી ઈંટોના ઢગલા પર થઈ દુકાનની દિવાલ-પાળી વચ્ચે દબાઈ જતાં ગંભીર ઈજા થઈ હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં કનૈયાલાલને બહાર કાઢી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ તેમને તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કનૈયાલાલ ચાર ભાઈમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે જેના લગ્ન થઈ ગયા છે. કનૈયાલાલ પોતે પરિવારનો આધારસ્તંભ હતાં. કાર ભાવનગરથી રાજકોટ તરફ આવી રહી હતી. જેમાં એક ચાલક અને ત્રણ મહિલા ઑ બેઠા હતાં. આ ઘટનાને પગલે કારમાં બેઠેલા મહિલાઓ ખુબ ડરી ગયા હતાં અને રડવા માંડતાં લોકોએ શાંત પાડ્યા હતાં. કારચાલકે પોતાની ભુલ સ્વીકારી હતી. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવના સીસીટીવી ફુટેજ પણ વહેતા થયા હતાં.