જસદણમાં પ્રભુ સદ્ભાવના સેવા સમિતિ દ્વારા નવા ડેપો પાછળ એસ પ્લાનિંગ હૉલ ખાતૅ ૧લી જાન્યુઆરીથી સિનિયર સિટીઝન લાફિંગ કલબનો પ્રારંભ થશે
જસદણની પ્રભુ સદભાવના સેવા સમિતિ
દ્વારા નવા એસટી ડેપો પાછળ એસ પ્લાનિંગ હોલ ખાતે ૧લી જાન્યુઆરીથી શરૂ થશે સિનિયર સિટીઝન લાફિંગ ક્લબ નવા વર્ષથી વડીલોના જીવનમાં ગુંજશે હાસ્યના ફુવારા દાન લીધા વિના ચાલતી સંસ્થા દ્વારા શહેરના ઈતિહાસમાં પ્રથમવાર અનોખું આયોજન કરાયું છૅ નવા વર્ષના પ્રારંભે વડીલો માટે એક પ્રેરણાદાયી અને નવતર અભિગમ સાથે નવી પહેલ કરવામાં આવી રહી છે વડીલોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાને રાખી શહેરમાં પ્રથમ વખત સિનિયર સિટીઝન લાફિંગ ક્લબનો ભવ્ય પ્રારંભ થશે જૅમા વડીલોનું મનગમતી પ્રવૃત્તિ માત્ર હાસ્ય પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ અહીં સિનિયર સિટીઝન્સને ગમે તેવી વિવિધ સાંસ્કૃતિક, સામાજિક અને મનોરંજક
પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. વડીલોન એકલવાયા જીવનમાં ખુશીઓના રંગ ભરવા ઉત્તમ માધ્યમ બનશે આ સંસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે, પ્રભુ સદભાવના સેવા સમિતિ મજબૂત નિશ્ચય સાથે વડીલોની સેવા કરવાનુ બીડું ઝડપવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ સિનિયર સિટીઝનનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને આનંદ મેળવી શકે સંસ્થાના આગેવાનો સુરેશભાઈ ધોળકિયા વિજયભાઈ રાજપુત સહિતની ટીમ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે.