error: This Content is protected !!

ગુજરાતના રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટથી બનશે

ડામરની સરખામણીએ સીસી રોડનો ખર્ચ ૩૦ ટકા વધુ હોવા છતાં મુખ્યમંત્રીએ ખર્ચની ચિંતા છોડી પ્રજાહિતને પ્રાધાન્ય આપ્યું પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી 

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના માર્ગોના મજબૂતીકરણ માટે એક દીર્ઘકાલીન નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓને ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટથી બનાવવામાં આવશે.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ડામરના રસ્તાઓ વારંવાર તૂટી જવાની સમસ્યા સર્જાય છે, જેનાથી નાગરિકોને મુશ્કેલી પડે છે. આ મુશ્કેલીના કાયમી નિવારણ અને નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકારે આ નિર્ણાયક પગલું ભર્યું માત્ર શહેરો જ નહીં, પરંતુ ગામતળના વિસ્તારો જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય, તેવા ડામરના રસ્તાઓને પણ ક્રમશ સીસી રોડમાં ફેરવવામાં આવશે. સુવિધાપ યોજના અંતર્ગત ગામતળમાં સીસી રોડનું કામ હાલમાં પણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ભારે અને અતિ ભારે વાહનવ્યવહાર ધરાવતા ઔદ્યોગિક વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સીસી રોડની કામગીરીનો વ્યાપ વધુ હતું. સામાન્ય રીતે ડામર રોડની વિસ્તારવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું સરખામણીએ સીસી રોડનો બાંધકામ ખર્ચ ૩૦ થી ૪૦ ટકા વધુ હોય છે. તેમ છતાં, મુખ્યમંત્રીએ ખર્ચની ચિંતા કર્યા વિના, પ્રજાને લાંબા ગાળાનો ગુણવત્તાયુક્ત અને ટકાઉ લાભ આપવા આ પ્રજાહિતલક્ષી નિર્ણય કર્યો છે