error: This Content is protected !!

જસદણ વડોદ તાલુકા શાળાના આચાર્ય ગીરીશ બાવળીયા નું ગોંડલ ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સન્માન

ગોંડલના ધારાસભ્ય જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા 

 

 

જસદણ તાલુકાના વડોદ ગામની શ્રી વડોદ તાલુકા શાળાના આચાર્ય ગીરીશભાઈ ખીમજીભાઈ બાવળીયા નું શાળામાં માનદ સેવા સ્વચ્છતા વૃક્ષારોપણ બાળકોના ઘડતર ભણતર કલાકૃતિ વિજ્ઞાન સહિતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજ્ય સરકારના કૃષિ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું 15 મી ઓગસ્ટ 80 માં સ્વતંત્રતા પૂર્વના પાવન દિવસે રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ગોંડલ ખાતે કરવામાં આવેલ. કેબિનેટ કક્ષાના મંત્રી જીતુભાઇ વાઘાણી, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા રાજકોટ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશ IAS અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તેમજ અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જસદણના વડોદ તાલુકા શાળાના આચાર્ય ગીરીશભાઈ બાવળીયા ને શાળામાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ જિલ્લા પ્રભારી અને સરકારના કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી અને રાજકોટ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશ દ્વારા સન્માનીત આચાર્ય ગિરીશભાઈ બાવળીયાને બાળકોના ભણતર ઘડતર પર્યાવરણ વિજ્ઞાન સ્વચ્છતા કલાકૃતિ અને ઉત્કૃષ્ટ સેવા ક્ષેત્રમાં ખૂબ આગળ વધો તેવી શુભેચ્છાઓ સહ શુભકામનાઓ પાઠવી હતી