આટકોટના પ્રોહિબિશન ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી જગદીશ કવા બિશ્નોઇ નૅ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચે ગોંડલ ચોકડીએથી ઉઠાવ્યો
બે વર્ષથી પોલીસને હાથ તાળી આપતા રાજસ્થાની ઇસમનૅ કોર્ટ દ્વારા BNSS કલમ ૭૨ હેઠળ ફરાર જાહેર હતૉ કાર્યવાહી માટે આટકોટ પોલીસનૅ સૉપાયૉ
જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા અને કોર્ટ દ્વારા BNSS કલમ-72 હેઠળ ફરારી જાહેર કરાયેલા આરોપીને રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને LCB PI જે.પી. રાવના માર્ગદર્શન અને પેરોલ
ફર્લો સ્ક્વોડના PSI પી.એન. ભરવાડની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન LCB ટીમને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે આટકોટ પોલીસ સ્ટેશનના પાર્ટ-સી ગુ.ર.નં. 00491/2024માં પ્રોહિબિશન એક્ટ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાના આરોપી જગદિશ દેવારામ કાવા, જાતે બિશ્નોઈ, રહે. કરાવડી ગામ, કાવો કી ઢાણી, તા. સાંચોર, જી. ઝાલોર, રાજસ્થાન નૅ આટકોટ-ગોંડલ ચોકડી ખાતે હોવાની માહિતી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડયો હતો. ત્યારબાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો