જસદણ જીઇબી દ્વારા આવતીકાલે જેટકો વાયર મેન્ટેનન્સ અંગૅ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી બાયપાસ રોડ વિસ્તારમા પાવર બંધની નોટિસ
જસદણ પી.જી.વી.સી.એલ. પાવર હાઉસ તરફથી તમામ મનવંતા ગ્રાહકોને જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી અર્બન ફીડર પર ૧૩૨ કે.વી.જેટકો દ્વારા વાયર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી નીચે મુજબના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તારીખ ૦૭/૦૯/૨૦૨૬ સોમવાર ૧૧ કે.વી. મારુતિ અર્બન ફીડર સમયગાળો: સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સહિયર સિટી, બાયપાસ રોડ, કોટડીયા સાહેબ નવી હોસ્પિટલ, સોજીત્રા પેટ્રોલપંપ, મધુરમ મારબલ પાછળનો વિસ્તાર તથા તેની આજુ બાજુનો વિસ્તારમાં પાવર બંધ રહેશે જેની નોંધ લેવા વિનંતી સાથે તમામ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી છે. સંજોગવશાત્ સમયમાં ફેરફાર થઈ શકે છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી