error: This Content is protected !!

આટકોટ ગોંડલ રોડ ઉપર કારની ઠોકરે ઘવાયેલ ૬૮ વર્ષીય પ્રાગજીભાઈ પડાલીયાનુ સારવારમા મૃત્યુ

માંડવા ગામના પ્રાગજીભાઈ પોતાનું બાઈક લઈને પેટ્રોલ પુરાવવા માટે જતા હતા ત્યારે આ હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો

 

આટકોટ ગોંડલ રોડ ઉપર કારની ઠોકરે ઘવાયેલ ૬૮ વર્ષીય પ્રાગજીભાઈ પડાલીયાનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. માંડવા ગામના પ્રાગજીભાઈ પોતાનું બાઈક લઈને પેટ્રોલ પુરાવવા માટે જતા હતા ત્યારે આ હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો

અકસ્માત મૃત્યુના બનાવની વિગત મુજબ, પ્રાગજીભાઈ ધનજીભાઈ પડાલીયા (ઉંમર વર્ષ ૬૮, રહે.માંડવા ગામ, તાલુકો કોટડા સાંગાણી) ગઈ તા.૨ ફેબ્રુઆરીના રોજ બપોરે પોતાનું બાઈક લઈને પેટ્રોલ પુરાવવા માટે જતા હતા ત્યારે આટકોટ -ગોંડલ રોડ ઉપર ઈશ્વરીયા ગામના પાટીયા

પાસે પૂરપાટ ઝડપૅ આવતી કારે બાઈકને હડફેટે લેતા પ્રાગજીભાઈને ગંભીર ઈજા થઈ હતી. તેઓને પ્રથમ ગોંડલની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. તેમને માથાના ભાગે હેમરેજ થયાનું નિદાન થયું હતું. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રાગજીભાઈને સંતાનમાં એક પુત્ર છે પોતે ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં નાના હતા. અકસ્માતૅ મૃત્યુના બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.