error: This Content is protected !!

રાજકોના સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાએ જસદણના રામેશ્વર મંદિરૅ દાદાનૅ શીશ ઝુકાવી આગેવાનો સાથૅ વૃક્ષારોપણ કર્યું

પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણીના આમંત્રણ ને માન આપી પધારેલા સાંસદે મંદિરના વિકાસમાં યોગદાન અંગે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો

 

જસદણ શહેરના ગોખલાણા રોડ ઉપર આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રાજકોટ લોકસભાના સંસદ સભ્ય પુરુષોત્તમભાઈ રૂપાલ ભગવાન ભોળાનાથ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રામેશ્વર મંદિરના સેવક અને પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણીએ આમંત્રણ ને માન આપીને પધારેલા સાંસદ રૂપાલય મંદિરના વિકાસમાં યોગદાન અંગે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો સાથે મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું આ સમયે જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ તાલુકા ભાજપના પ્રમુખ ચંકતભાઈ રામાણી ભાજપના પેટ નેતા ચંદુભાઈ કચ્છી પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાવ પાલિકાના સદસ્ય પ્રતિનિધિ વિશાલભાઈ ભુવા ભાજપના કાર્યકર અલ્પેશભાઈ રૂપારેલીયા યુવા ભાજપના ઉપપ્રમુખ કરણભાઈ બાવળીયા ભાજપ કિસાન મોરચાના અલ્પેશભાઈ ઢોલરીયા મંદિરના મુખ્ય સેવક ધીરુભાઈ લાધાભાઈ છાયાણી સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામના પ્રમુખ જેડી ઢોલરીયા પરિવારના આગેવાન મગનભાઈ ચોહલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભરતભાઈ છાયાણીએ ઉપરોક્ત તમામ આગેવાનોનો પરુષોત્તમભાઈ રૂપાલને પરિચય કરાવ્યો હતો