error: This Content is protected !!

વિંછીયાના હાથસણીમાં પોલીસ ભરતીની પરીક્ષા આપનાર ૨૦ વર્ષીય રવિના રંગપરાનો આપઘાત

પોતાના ઘરે ઝેરી દવા પી પગલું ભર્યુ બાદ રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો પરિવારમાં કલ્પાંત

 

વિંછીયાના હાથસણી ગામમાં રહેતી અને પોલીસ ભરતીની પરીક્ષા આપનાર ૨૦ વર્ષીય રવિના રંગપરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પોતાના ઘરે ઝેરી દવા પી પગલું ભર્યાં બાદ રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બનાવથી મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો હતો આ અંગે મળતી માહિતી અનુસાર, રવિનાબેન ધનજીભાઈ રંગપરા ઉંમર વર્ષ ૨૦ રહે.હાથસણી ગામ તા.વિંછીયા જિ રાજકોટ ગઈ તા.૨૮ના રોજ રાત્રીના પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી ગઈ હતી. પરિવારને જાણ થતા પ્રથમ વિંછીયા સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અહીં ચાલુ સારવાર દરમ્યાન આજે સવારે ૪.૨૦ વાગ્યા આસપાસ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને પરિવાર જનોની પૂછપરછ હાથ ધરતા જાણવા મળેલ કે મૃતક ત્રણ બહેન અને એક ભાઈમાં નાની હતી.પરિવાર ખેતીકામ કરે છે. રવિનાએ હાલમાં જ ભાવનગર ખાતે પોલીસ ભરતીની પરીક્ષા આપી હતી. બનાવના દિવસે માતા-પિતાએ ખેતી કામ કરવા બાબતે રવિનાને ઠપકો આપ્યો હતો. જેનું લાગી આવતા પગલું ભર્યું હતું. કારણ અંગે હકીકત જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.