error: This Content is protected !!

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હૉદૅદારૉ દ્વારા જસદણ પી,આઈ, કે, પી, ગોસાઈ ની શુભેચ્છા મુલાકાત લીધી

સમાજમાં શાંતિ સુરક્ષા અને રાષ્ટ્રહિતમાં પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી પીઆઈ નૅ શ્રીમદ ભાગવત ગીતા અર્પણ કરી

 

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જસદણ પ્રખંડના જસુરક્ષાકાર્યકર્તાઓ દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્ટર જે.પી. ગોસાઈ ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અર્પણ કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સમાજમાં શાંતિ, સુરક્ષા અને રાષ્ટ્રહિતના કાર્યોમાં પોલીસ વિભાગની ભૂમિકાની પ્રશંસા કરી હતી.આ મુલાકાત દરમિયાન હિંદુ સમાજના વિવિધ સામાજિક અને ધાર્મિક વિષયો અંગે સૌહાર્દપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ અને સમાજ વચ્ચે વધુ સારા સંકલન માટે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ જસદણ પ્રખંડના અધ્યક્ષ ડૉ. મહેશભાઈ તાવિયા સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અન્ય જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા