error: This Content is protected !!

આટકોટની કૅ ડી પી હોસ્પિટલને સૌરાષ્ટ્રની સર્વશ્રેષ્ઠ ગ્રામ્ય હોસ્પિટલનો એવોર્ડ સૅવાના ચાર વર્ષ પૂર્ણ

1200 થી વધુ ગામડાંના લોકો માટે આશીર્વાદ રૂપ પરવાડિયા હોસ્પિટલને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા ના હસ્તે એવોર્ડ એનાયત 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલી આટકોટની કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સફળતાપૂર્વક 4 વર્ષ પૂર્ણ થયા છે. આ ગૌરવશાળી અવસરે અમદાવાદ મુકામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આ હોસ્પિટલને સૌરાષ્ટ્રની ગ્રામ્ય વિસ્તારની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ એનાયત કર્યો છે, જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની ક્ષણ છે.હોસ્પિટલના ચેરમેન ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, જસદણ-આટકોટ વિસ્તારના દર્દીઓને ગંભીર બીમારીઓ માટે રાજકોટ, અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ન ખાવા પડે તેવા સંકલ્પ સાથે આ હોસ્પિટલ શરૂ કરાઈ હતી. આજે 4 વર્ષના અંતે PMJAY (આયુષ્માન ભારત) યોજના હેઠળ હજારો ગરીબ દર્દીઓને મોંઘા ઓપરેશનો, આઈસીયુ અને દવાઓ સહિતની તમામ સારવાર તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે.

આ હોસ્પિટલે આટકોટ ઉપરાંત બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના 50 થી વધુ ગામડાઓની જનતાને ગુણવત્તાસભર સારવાર પૂરી પાડી છે. અહીં 24 કલાક નિષ્ણાતો સાથેનું અદ્યતન ICU, રાહતદરે ડાયાલિસિસ સેન્ટર, હૃદય રોગ નિદાન અને આંખનો નિદાન તેમજ 24 કલાક સીટી સ્કેન, એક્સ-રે અને કોમ્પ્યુટરાઈઝડ લેબોરેટરીની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અંતરિયાળ ગામડાઓમાં મફત નિદાન-સારવાર કેમ્પો દ્વારા હજારો લોકોને ઘરઆંગણે સેવા આપવામાં આવે છે.

4 વર્ષની આ સેવાકીય સફર બદલ ડો. ભરત બોઘરાએ તમામ ટ્રસ્ટીઓ, તબીબો ડો. નવનીત બોદર, ડો. ભરત માંડલિક, રાજ રામાણી, એસ. પી. હિરપરા અને નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલની ચાર વર્ષની સફર પૂર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલી આટકોટની કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સફળતાપૂર્વક 4 વર્ષ પૂર્ણ થયા છે. આ ગૌરવશાળી અવસરે અમદાવાદ મુકામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આ હોસ્પિટલને સૌરાષ્ટ્રની ગ્રામ્ય વિસ્તારની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ એનાયત કર્યો છે, જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની ક્ષણ છે.હોસ્પિટલના ચેરમેન ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, જસદણ-આટકોટ વિસ્તારના દર્દીઓને ગંભીર બીમારીઓ માટે રાજકોટ, અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ન ખાવા પડે તેવા સંકલ્પ સાથે આ હોસ્પિટલ શરૂ કરાઈ હતી. આજે 4 વર્ષના અંતે PMJAY (આયુષ્માન ભારત) યોજના હેઠળ હજારો ગરીબ દર્દીઓને મોંઘા ઓપરેશનો, આઈસીયુ અને દવાઓ સહિતની તમામ સારવાર તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે.

આ હોસ્પિટલે આટકોટ ઉપરાંત બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના 50 થી વધુ ગામડાઓની જનતાને ગુણવત્તાસભર સારવાર પૂરી પાડી છે. અહીં 24 કલાક નિષ્ણાતો સાથેનું અદ્યતન ICU, રાહતદરે ડાયાલિસિસ સેન્ટર, હૃદય રોગ નિદાન અને આંખનો નિદાન તેમજ 24 કલાક સીટી સ્કેન, એક્સ-રે અને કોમ્પ્યુટરાઈઝડ લેબોરેટરીની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અંતરિયાળ ગામડાઓમાં મફત નિદાન-સારવાર કેમ્પો દ્વારા હજારો લોકોને ઘરઆંગણે સેવા આપવામાં આવે છે.

4 વર્ષની આ સેવાકીય સફર બદલ ડો. ભરત બોઘરાએ તમામ ટ્રસ્ટીઓ, તબીબો ડો. નવનીત બોદર, ડો. ભરત માંડલિક, રાજ રામાણી, એસ. પી. હિરપરા અને નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.