વડોદ પ્રાથમિક શાળામાં બાળકોને આવકારવા માટે વેકેશન દરમિયાન આચાર્યશ્રી દ્વારા અવનવા શૈક્ષણિક મોડલ અને ૩d મોડલ બનાવવામાં આવ્યા..
જસદણની વડોદ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય ગિરીશભાઈ બાવળીયા દ્વારા વેકેશન દરમિયાન બાળકોને અભ્યાસ માં મદદરૂપ થાય એવા અને બાળકોને ગમે એવાં ઘણા બધા મોડલ બનાવવામાં આવ્યા છે..વેકેશન ખૂલવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા..ત્યારે આચાર્યશ્રી દ્વારા ..ગણિત,સામાજિક વિજ્ઞાન ,અને વિજ્ઞાન વિષયને લગતા મોડલ બનાવી શાળાને સુંદર રીતે સજાવેલ છે..જેમાં, વર્તુળ ના ભાગો, હ્રદય,માછલી ના અનુકૂલન, કીડનીના ભાગો,ફેફસાના ભાગો,પુષ્પ ના ભાગો, કોર્ણકની સમય ઘડી,આંખના ભાગો,૩d ચિત્રો વગેરે બનાવી શાળાને એક નવો આકાર જ આપેલ છે..આ કાર્ય માટે ગ્રામજનો દ્વારા આચાર્યશ્રી ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી..