error: This Content is protected !!

જસદણ વિંછીયા વિધાનસભા વિસ્તારોમાં ધારાસભ્યએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ સ્વચ્છતાનો સંદેશ આપ્યો

વિંછીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ આ અભિયાનમાં ભાગ લઈ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. વિંછીયા ગ્રામ પંચાયત કચેરી અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી ઉપસ્થિત લોકોને સ્વચ્છતા જાળવવા અને તેને પોતાના રોજિંદા જીવનમાં આ ટેવને વણી લેવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત જસદણ નગરપાલિકા વિસ્તારમાં જીલેશ્વર પાર્ક વિસ્તાર, વોર્ડ નં. ૧ પોલારપર રોડ તથા વોર્ડ નં. ૫ના લક્ષ્મણનગર વિસ્તારમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને સ્થાનિક નાગરિકોએ આ તકે ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વચ્છતા માટેની સામૂહિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 'સ્વચ્છ ભારત અભિયાન' દ્વારા દેશભરમાં સ્વચ્છતા અંગે વ્યાપક જાગૃતિ આવી છે અને જનભાગીદારીને પ્રોત્સાહન મળ્યું છે. છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, ખેડૂતોના વિકાસ, ડિજિટલ ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત અને સ્વચ્છ ભારત જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

આ પ્રસંગે મામલતદાર મેહુલ બલિયા, જસદણ તાલુકા વિકાસ અધિકારી હિતેષ વાઘેલા, વિંછીયા તાલુકા વિકાસ અધિકારી બી. જે. દવે, વિવિધ વિભાગોના અધિકારીઓ, વિવિધ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.