error: This Content is protected !!

રાજકોટ જિલ્લામા જુના મોબાઇલ લૅ વૅચ તથા સીમકાર્ડ ખરીદનાર વ્યક્તિઓના તમામ દસ્તાવેજો ૩ વર્ષ સુધી સાચવવા હુકમ

ફોનના સીમકાર્ડ થી થતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ જારી કર્યો હુકમ નૉ ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

 

 મોબાઈલ ફોનના સીમકાર્ડથી થતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.કે.મુછાર દ્વારા નીચે મુજબના આદેશો જારી કરવામાં આવ્યાં છે.

 રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કોઈપણ દુકાનદાર ઈસમ જૂના મોબાઈલ ફોનની ગ્રાહક પાસેથી આપ-લે કરે તો જે-તે ગ્રાહકનું પૂરેપૂરું નામ,સરનામું તથા ફોટો આઈ.ડી.પ્રૂફ ફરજિયાત મેળવવાનું રહેશે. જૂના મોબાઇલ ફોનની આપ-લે કરતા દુકાનદારે આ અંગેની જરૂરી માહિતી જેવી કે મોબાઇલની વિગત/કંપની, આઈ.એમ.ઈ.આઇ. નંબર, મોબાઈલ વેચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત, આઈડી પ્રુફની વિગત સાથેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે અને આ રજીસ્ટરો તપાસનીશ એજન્સી માંગે ત્યારે રજૂ કરવાના રહેશે.

 જિલ્લામાં નવા સીમકાર્ડનું વેચાણ કરતી વેળાએ સીમકાર્ડની વિગત, કંપનીનું નામ, સીમકાર્ડ નંબર, સીમ કાર્ડ ખરીદનારનું નામ, સરનામું, સીમકાર્ડ ખરીદનારના આઈડી પ્રૂફની વિગત તેમજ ખરીદનારની સહી જેવી વિગતો સાથેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે, જેમાં આઈ.ડી પ્રુફની નકલ પણ રાખવાની રહેશે.આ તમામ રજીસ્ટરો દુકાનદારે ત્રણ વર્ષ સુધી જાળવવાના રહેશે. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી અમલમાં રહેનારા આ હુકમોનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.