error: This Content is protected !!

આટકોટ નજીકના મોટા દડવામા RDC બેંકની ફરજિયાત કલર ઝેરોક્ષના આગ્રહથી ગ્રાહકોને હાલાકી બેંક મેનેજરના મનસ્વી વલણથી રોષ

ગામમાં કલર ઝેરોક્ષની સુવિધા ન હૉય દુકાન બંધ હોયતો ગ્રાહકોને આટકોટ અથવા જસદણ સુધીનો ધક્કો ખાવો પડે છે બેંકના મનસ્વી વલણથી ખાતેદારોમાં ભારે રોષ

 

 

 

આટકોટ નજીકના મોટાદડવા સ્થિત આર.ડી.સી. (RDC) બેંકના કર્મચારીઓ અને મેનેજરની મનમાનીથી સ્થાનિક ગ્રાહકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બેંક દ્વારા ગ્રાહકો પાસે ડોક્યુમેન્ટની સામાન્ય બ્લેક એન્ડ વાઈટ ઝેરોક્ષ સ્વીકારવાને બદલે ફરજિયાત 'ક્લર ઝેરોક્ષ'નો આગ્રહ રખાઈ રહ્યો છે. દેશની અન્ય તમામ મોટી અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં સામાન્ય ઝેરોક્ષ માન્ય રખાય છે, ત્યારે RDC બેંકના આ વિચિત્ર નિયમે લોકોને મુંઝવણમાં મૂક્યા છે.

ગામડાના નાના અને મધ્યમ વર્ગના ખાતેદારો માટે કલર ઝેરોક્ષ કઢાવવી આર્થિક રીતે મોંઘી પડે છે. જો ગામમાં કલર ઝેરોક્ષની સુવિધા ન હોય કે દુકાન બંધ હોય, તો ગ્રાહકોને નાછૂટકે છેક આટકોટ કે જસદણ સુધી ધક્કા ખાવા પડે છે. પરિણામે, ઝેરોક્ષના ખર્ચ કરતાં વાહનભાડું વધી જાય છે અને ગ્રાહકને ખાતું ખોલાવવા કે સામાન્ય કામ માટે રૂ.200 જેટલો આર્થિક ફટકો પડે છે, સાથે જ કિંમતી સમય પણ બગડે છે. ગ્રાહકોની ફરિયાદો છતાં પરિસ્થિતિ જૈસે થે છે આ અંગે બેંક મેનેજરનો ખુલાસો પૂછતાં તેમણે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે ‘અમારે ઓનલાઈન સિસ્ટમ નથી અને બ્લેક એન્ડ વાઈટમાં ફોટો સ્પષ્ટ ન દેખાતો હોવાથી ફોર્મ રિજેક્ટ થાય છે, તેથી ક્લ૨ ઝેરોક્ષ સિવાય નહીં ચાલે. વધુમાં તેમણે જાણે ઉપકાર કરતા હોય તેમ જણાવ્યું કે‘અમારી બેંક ઘણી ફ્રી સેવા આપે છે, તો કલર ઝેરોક્ષના ખર્ચથી ગ્રાહકોને કોઈ ફેર ન પડવો જોઈએ. મેનેજરના આવા બિનજવાબદાર અને ઉદ્ધત વલણથી ગ્રાહકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.